Thursday, 1 September 2011

અણ્ણા ઇકેફ્ટઃ પ્રણવ શ્રીખંડ તો લાલુ છોલે પનીર, વાહ ક્યાં બાત હૈ

અણ્ણા ઇકેફ્ટઃ પ્રણવ શ્રીખંડ તો લાલુ છોલે પનીર, વાહ ક્યાં બાત હૈ

Source: Divyabhaskar.com   |   Last Updated 12:32 PM [IST](27/08/2011)
Share  |  
ભ્રષ્ટાચાર ડામવા માટે સરકારની સામે જંગે ચઢેલા ગાંધીવાદી સામાજીક કાર્યકર અણ્ણા હજારેનો રંગ ખાણીપીણીને પણ લાગ્યો છે. અણ્ણાના સમર્થકો પોતાની પ્રતિબદ્ધતા અનોખી રીતે જ દર્શાવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન ખાતે રેસ્ટોરાં ધરાવનાર એક વ્યક્તિએ તો પોતાની લોજની વાનગીઓને જ અણ્ણા ઇફેક્ટમાં રંગી નાખી છે.

અહીં તમને એ. રાજા (રસાવાળા બટાટા), સુરેશ કલમાડી (દૂધી), વિલાસરાવ દેશમૂખ (ફ્લાવર), લાલુપ્રસાદ યાદવ (છોલે પનીર), ફરસાણ : શરદ યાદવ (સમોસા), કપિલ સિબ્બલ (ત્રિરંગા ઢોકળા), મિષ્ઠાન : રાહુલ ગાંધી (ગુલાબ જાંબુ), પ્રણવ મુખરજી (શ્રીખંડ), સોનિયા ગાંધી (ફ્રૂટસલાડ), મનમોહનસિંહ (કેરીનો રસ)ની જયાફત માણવાની તક મળી શકે છે.

હવે આવનારા દિવસોમાં અણ્ણા રસગુલ્લા, અણ્ણા પિત્ઝા, કિરણ બેદી લસણિયા બટાકા, અરવિંદ કેજરીવાલ કાજૂ કતરી, કેજરીવાલ હલવો, પ્રશાંત ભૂષણ પેડાં વગેરે જેવી વાગનીઓ અને મિષ્ઠાનનો બોર્ડ જોવા મળે તો નવા ના પામતા.

શું તમારે પાસે પણ આવી અવનવી વાનગીઓના નામ છે..? તો અહીં દર્શાવેલા ફીડબેકમાં લખો અને મોકલી આપો અમને.

No comments:

Post a Comment