Thursday, 1 September 2011

આની સામે તો કામાસૂત્રનું ક્લેક્શન પણ ફીકુ પાડે છે..!

 
*લેક્મે ફેશન વીક-2011 દરમિયાન જોવા મળી ખાસ રંગત

મુંબઈમાં આજકાલ ફેશનનો રંગ જામેલો છે કારણકે અહીં આયોજીત લેક્મે ફેશન વીક-2011 દરમિયાન ભારતીય ફેશન ડિઝાઈનરોએ તેમની સૌથી સુંદર કળા રજુ કરતાં ભારતીય પોષાકોનું નવું જ ક્લેક્શન લઈ દર્શકોની સામે આવ્યાં છે.

આ શોમાં ખૂબ જ સુંદર કપડાંઓ સાથે સાથે મોડલની ખૂબસૂરતીએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. જેટલાં સુંદર કપડાંનું ક્લેક્શન હતું તેના કરતાં વધુ સુંદર તેને પહેરનારીઓ હતી.

આમ તો બધા જ ડિઝાઈનર્સે ખૂબ જ સુંદર ક્લેક્શન રજુ કરવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં સૌથી સારુ ક્લેક્શન ફેશન ડિઝાઈનર પરવેશ જયનું હતું તેણે પિકોક થીમ પર સ્ટાઈલિશ ક્લેક્શન રજુ કર્યું હતું.

પરવેશના ક્લેક્શનને સૌથી આકર્ષક ક્લેક્શન તરીકે પસંદ કરવામાં આવ્યું હતું તેની થીમ અને કલર ઘણાં જ અટ્રેક્ટિવ હતાં.દર્શકોનું કહેવું હતું કે, 'આ ક્લેક્શનની સામે કોટ્યોર ફેશન વિકનું કામાસૂત્ર ક્લેક્શન પણ સાવ ફિકુ હતું.'

No comments:

Post a Comment