આરોપીના મદદકર્તા માત્ર બાર અને તેર વર્ષના ઃ ૯૬ ટકા દાઝેલી કિશોરીની ગંભીર સ્થિતિ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૩૧
રાજ્યમાં બળાત્કારના બનાવ વધી ગયા છે. ત્યારે નાશિકમાં એક કમકમાટીભરી ઘટનામાં ૧૪ વર્ષીય ટીનએજર પર બળાત્કાર ગુજારી સળગાવી દેવાના આરોપસર પોલીસે ૧૪ વર્ષીય કિશોર અને આ ગુનામાં મદદ કરનારા બાર અને તેર વર્ષના તેના બે સાથીદારની પોલીસે ધરપકડ કરી હતી.
આગમાં ૯૬ ટકા દાઝી ગયેલી ટીનએજર હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. જ્યારે ત્રણે આરોપીને બાળસુધાર ગૃહમાં મોકલી પોલીસે વધુ તપાસ હાથધરી છે.
નાશિક રોડ પોલીસે આપેલી માહિતી મુજબ નાશિક સ્થિત સિન્નરફાટા નજીક રહેતા રિક્ષા ડ્રાઇવરની ૧૪ વર્ષી પુત્રી સંજના (નામ બદલ્યું છે) તેના જ વિસ્તારના રહેવાસી ૧૪ વર્ષીય રાજેશ (નામ બદલ્યું છે) ૧૩ વર્ષના સુરેશ (નામ બદલ્યું છે) અને ૧૨ વર્ષના સાજીદ (નામ બદલ્યું છે)ને ઓળખતી હતી.
ગઇકાલે બપોરે સંજના તેના ઘરમાં એકલી હ તી. તે રસોઇ બનાવવામાં મશગુલ હતી ત્યારે રાજેશ, સુરેશ અને સાજીદ બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયા હતા. આરોપીએ તેને લગ્ન કરવાના સ્વપ્ન બતાવ્યા હતા. પણ સંજના તેમની વાત સાંભળવા તૈયાર નહોતી. આથી રાજેશે મોઢું દબાવી તેને જબરદસ્તી જમીન પર સૂવડાવી દીધી હતી. સુરેશ તેના પગ અને સાજીદે હાથ પકડી રાખ્યા હ તાં.
બાદમાં રાજેશે આ ટીનએજર પર બળાત્કાર ગુજારી પોતાની વાસના સંતોષી હતી. આ દરમિયાન સંજનાના નાના ભાઇ- બહેન ઘરે આવી ગયા હતા. અને તેઓ દરવાજો ખટખટાવતા હતા. સંજનાએ મદદ માટે બૂમો પાડતા આરોપીએ સળગાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
આગમાં ગંભીરપણે દાઝી ગયેલી સંજનાને હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
આ બનાવને લીધે લોકોમાં રોષ ફેલાઇ ગયો હતો.

No comments:
Post a Comment