
સમાચાર એજન્સી ઓનલાઈનના અહેવાલ અનુસાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે નેશનલ એસેમ્બલીને પૂર રાહત સમિતિને જણાવ્યુ હતુ કે પ્રાંતમાં થયેલા વરસાદ અને પૂરને કારણે 53 લાખ લોકોથી પણ વધુ પ્રભાવિત થયા છે.
પંચે સમિતિને જણાવ્યુ હતુ કે ચીને પૂરગ્રસ્ત પાકિસ્તાનને 47 લાખ ડોલરની મદદ આપવાની જાહેરાત કરી છે. વરસાદને કારણે સિંધ પ્રાંતમાં ડેન્ગ્યુના કેસ પણ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રાંતમાં 170થી પણ વધુ લોકો તેનાથી પ્રભાવિત છે.

આ તસવીર જોતા જ અંદાજ લગાવી શકાય છે કે અહીં પૂરની સ્થિતિ કેટલી વિકટ છે

પૂરને કારણે 53 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે

સિંધ પ્રાંતમાં આવેલા પૂરને કારણે રસ્તાઓ પણ પાણીની કેનાલ જેવા બની ગયા છે

અસરગ્રસ્ત વિસ્તારોમાંથી મોટાપાયે લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે

સૈન્ય દ્વારા પુરી પડાતી રાહતસામગ્રીને મેળવવા પણ લોકો પડાપડી કરી હતી
No comments:
Post a Comment