
ઈ.સ. 1882માં જ્યારે આ પુલને તૈયાર કરવામાં આવ્યો હતો, ત્યારથી અત્યાર સુધી આ પુલને આ દુનિયાની આઠમી અજાયબી તરીકે જોવામાં આવી રહ્યો છે. વધારે જૂનો હોવાના કારણે આ પુલને રેલવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે લોકો પગપાળા લોકો આ પુલ ઉપર આવ-જા કરી શકે છે.
પેન્સિલવેનિયાના કિન્ઝુઆ વાયોડિક્ટમાં ચોખ્ખા આયર્નમાંથી બનાવવામાં આવેલો આ પુલ નિર્માણના સમયે દુનિયાનો સૌથી અને સૌથી લાંબો રેલવે પુલ હતો, જેની ઊંચાઈ 301 ફૂટ અને લંબાઈ 2053 ફૂટ છે. ઈ.સ.1900માં તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આશરે એક સદી સુધી પોતાની સેવાઓ આપ્યા પછી આ પુલ 2003માં આવેલા એક ટોર્નેડોમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
હવે આ પુલના સુંદર નઝારાને જોવા માટે તેને સમારકામ કરાવીને પગપાળા જનારાઓ માટે ખોલવામાં આવ્યો છે. તેની લાકડાની ફર્શને હટાવીને હવે ત્યાં પારદર્શક કાચ લગાવવામાં આવ્યો છે, જેથી લોકો 300 ફૂટની ઊંચાઈ પરથીનીચેનો સુંદર નઝારો જોઈ શકે. તસવીરોમાં જુઓ આ શાનદાર પુલની સુંદરતાને










No comments:
Post a Comment