
-વિષ્ણુ હાથીનું મુખ લઈ આવ્યા જેને ધડ ઉપર રાખતા જ તે બાળક જીવિત થઈ ગયું
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથને ભગવાન શ્રીગણેશનું પ્રાગટ્ય થયું હતું. દર વર્ષે આ તિથિએ શ્રદ્ધા અને વિશ્વાસથી ગણેશ ચોથનો પર્વ મનાવવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં ભગવાન શ્રીગણેશના પ્રાકટ્યની અનેક કથાઓ વર્ણિત છે. શિવપુરાણમાં વર્ણિત કથા આ પ્રકારે છે.
દેવી પાર્વતીએ એકવાર શિવજીના ગણ નંદી દ્વારા તેની આજ્ઞાપાલનમાં ત્રુટિને લીધે પોતાના શરીરના ઉબટન(શરીરમાંથી)થી એક બાળકનું નિર્ણાણ કર્યું અને તેમાં પ્રાણ નાખી દીધા અને કહ્યું કે તુ મારો પુત્ર છે. તું માત્ર મારી આજ્ઞાનું પાલન કરજે બીજા કોઈની નહીં. દેવી પાર્વતીએ એ પણ કહ્યું કે, હું સ્નાન માટે જઈ રહી છું કોઈપણ અંદર ન આવી શકે તેનું ધ્યાન રાખજે. થોડીવારમાં ત્યાં ભગવાન શંકર આવ્યા અને તે બાળકને વિનયપૂર્વક તેમને રોકવાનો પ્રયાસ કર્યો. બાળકની હઠ જોઈ ભગવાન શંકર ક્રોધિત થઈ ગયા અને તેમને ત્રિશૂળથી તે બાળકનું માથુ કાપી નાખ્યું.
દેવી પાર્વતીએ જ્યારે આ જોયું તો તે ખૂબ જ ક્રોધિત થઈ ગઈ. તેમની ક્રોધની અગ્નિથી સૃષ્ટિમાં હાહાકર મચી ગયો. ત્યારે બધા દેવતાઓને મળીને તેમની સ્તુતિ કરી અને બાળકને પુનઃજીવિત કરવા માટે કહ્યું. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે વિષ્ણુજી એક હાથીનું માથુ કાપી લાવે અને તે આ બાળકના ધડ ઉપર રાખી દે તો તે જીવિત થઈ જશે. ત્યારે ભગવાન શંકર અને અન્ય દેવતાઓએ તે ગજમુખ બાળકને અનેક આશીર્વાદ આપ્યા. દેવતાઓએ ગણેશ, ગજપતિ, વિનાયક, વિઘ્નહર્તા, પ્રથમ પૂજ્ય વગેરે અનેક નામોથી તે બાળકની સ્તુતિ કરી. આ પ્રકારે ભગવાન ગણેશનું પ્રાકટ્ય થયું.
No comments:
Post a Comment