
જેમ- જેમ સમય નીકળી રહ્યો છે તેમ ઘણાં લોકોને દુનિયાનો વિનાશ થવાનો ભય સતાવી રહ્યો છે. દરેક ધર્મમાં દુનિયાનો વિનાશ થવાની અલગ-અલગ વ્યાખ્યા આપી છે. આ પૂર્વે 21 મે 2011નાં દુનિયાનો વિનાશ થવાની વાત હતી, પરંતુ તે ભવિષ્યવાણી ખોટી સાબિત થઇ હતી.
હિંદુ ધર્મ અનુસાર કળિયુગ પત્યા બાદ પ્રલય આવશે.જ્યારે આખી દુનિયાનો વિનાશ થશે. દુનિયાનાં અંતના સંબંધમાં સમય- સમય પર ઘણાં પ્રકારની ભવિષ્યવાણીઓ થઇ રહી છે. હજારો વર્ષો પહેલા બનેલા માયા કેલેન્ડરમાં 21 ડિસેમ્બર 2012 પછીની તારીખ જ આપવામાં નથી આવી જેનો સરળ અર્થ સમજી શકાય છે કે આ દિવસે આ દુનિયા પર વિનાશનો ભય રહેલો છે.
સાઉથ ઇસ્ટ મેક્સિકોની માયા સભ્યતાએ ધરતીનાં વિનાશનાં દિવસ અંગે ઘોષણા કરી છે. માયા કેલેન્ડર દ્વારા પ્રલય માટે 21 ડિસેમ્બર 2012નો દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. 21 મે 2011 પસાર કર્યા બાદ હવે લોકો 21 ડિસેમ્બર 2011 માટે ભયના ઓથાર હેઠળ છે.
આ કેલેન્ડરમાં 21 ડિસેમ્બર બાદ કોઇ તિથિનું વર્ણન જ નથી અને જેના પ્રમાણે કોઇ એક ગ્રહ પૃથ્વી સાથે અથડાશે અને જેને કારણે આખી દુનિયાનો વિનાશ થશે.
માયા સભ્યતા શું છે?
લગભગ 250 થી 900 ઇસા પૂર્વે માયા નામની એક પ્રાચીન સભ્યતા હતી.શોધકર્તાઓને ગ્વાટેમાલા, મેક્સિકો, હોંડુરાસ તથા યુકાટન પ્રાય દ્વીપમાં આ સભ્યતાનાં અવશેષ મળ્યા છે.
અતિ પ્રાચીન માયા સભ્યતાનાં કાળમાં ગણિત અને ખગોળનાં ક્ષેત્રમાં ઉલ્લેખનીય થયો છે. પોતાનાં જ્ઞાનનાં આધારે માયા લોકોએ એક કેલેન્ડર બનાવ્યું હતું. એવું કહેવાય છે કે તેમના દ્વારા બનાવેલું કેલેન્ડર એટલું સચોટ છે કે આજના સુપર કમ્પ્યુટર પણ તેની ગણનાઓમાં માત્ર 0.06 સુધીનો તફાવત નીકાળી શક્યા છે. માયા કેલેન્ડરનાં અનેક આકલન, જેમની ગણના હજારો વર્ષો પહેલા કરવામાં આવી છે.તે સાચી સાબિત થઇ છે.
No comments:
Post a Comment