આ વીડિયો જોઇને તમને પણ નાચવાનું મન થઈ જાય તો નવાઈ નહીં
લંડનમાં યોજાયેલી નોટિંગ હિલ કાર્નિવલની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટના માધ્યમથી દુનિયાભરના લોકો સુધી પહોંચી છે, પરંતુ જે ફૂટેજને સૌથી વધારે પસંદ કરવામાં આવ્યુ હતું તે કાર્નિવલમાં સામેલ એક પોલીસકર્મીનું છે. વીડિયો શેરિંગ વેબસાઇટ યુટ્યુબ પર આ વીડિયો ખાસ્સો લોકપ્રિય થઈ ચૂક્યો છે.
આ પોલીસકર્મીને ફેસ્ટિવલની સુરક્ષામાં સજ્જ કરવામાં આવ્યો હતો, જો કે આ પોલીસકર્મી કોણ છે, તે હજુ સુધી જાણી શકાયુ નથી. તેવામાં મીડિયાએ આને ધ શેકિંગ પોલીસમેન એવુ નામ આપ્યું છે.
અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી ટીવી ચેનલ્સે આ પોલીસકર્મીના ફૂટેજને પ્રસારિત કરિયું છે. કેટલીક ચેનલ્સે તો આ માટેનો એક ખાસ પ્રોગ્રામ પણ બનાવ્યો છે. ખાસ્સા પ્રચાર પછી એ વાતનો ખુલાસે થયો છે કે સામાન્ય લોકો સાથે ફરતો આ જવાન 50 વર્ષીય સાયમન લોરેન્સ છે.
લોરેન્સને તેના સાથીઓ બુલિટના નામથી પણ ઓળખે છે, જે 1968માં આવેલી એક ફિલ્મનું ટાઇટલ છે. આવુ એટલા માટે છે, કારણ કે તે પણ ફિલ્મ સ્ટાર સ્ટીવ મેકક્વિનની જેમ ઝડપથી પોલીસ કાર ચલાવે છે. એક ઈન્ટરવ્યુમાં લોરેન્સે જણાવ્યા પ્રમાણે 15 કલાકની ડ્યુટી પછી તે એટલો બધો કંટાળી ગયો હતો કે પોતાની જાતને ડાન્સ કરતા રોકી ન શક્યો.http://www.youtube.com/watch?v=RrkwkqhMKZc&feature=player_embedded
No comments:
Post a Comment