સપ્ટેમ્બરમાં ગ્રહો અને નક્ષત્રો કેવા રહેશે તમારી માટે?
Source: Dharm Desk, Ahmedabad | Last Updated 2:34 PM [IST](01/09/2011)

મેષ (અ. લ. ઇ.)
-વ્યાવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત કોર્ટ કચેરીના મામલાઓ લાંબા ખેંચાય. વ્યય ઉપર નિયંત્રણથી આર્થિક સ્થિતિ સારી રહે. માતાના સ્વાસ્થ્યમાં અનદેખીથી બચવું. માતા-પિતાના સ્વાસ્થ્ય માટે તમને પરેશાની થઈ શકે.
વૃષભ(બ. વ. ઉ.)
-નોકરીમાં પરિવર્તન કરતા બચવું. સંઘર્ષ, મહેનત કરતા રહેવાથી લાભ પ્રાપ્ત થશે. જમીન સાથે સંબંધિત કાર્યોમાં લાભ થાય. તે સ્થિતિ આ મહિનામાં મધ્ય સુધી અનુકૂળ થશે. મહિનાની અંતે તમે નવું ઘર લેવાનો વિચાર કરશો.
મિથુન(ક. છ. ઘ.)
-નિર્યણ લેતા સમયે સંયમથી કામ લેવું પડે. પોતાની ક્ષમતાથી વધુ પોતાના વ્યાપારિક ક્ષેત્રોને ફેલાવો કરવો યોગ્ય નથી. તમારી સફળતામાં દોડ-ધૂપ અને વિવાદ રહે, સંતાનની સફળતાથી તમે ઉત્સાહમાં આવશો.
કર્ક(ડ. હ.)
-મહિનાની શરૂઆતમાં પોતાના જોશ, ઉત્સાહના ભાવમાં ખોટ આવવા ન દેતા તથા આ મહિનામાં તમારે જોખમી કાર્યો કરવામા સંકોચ થાય. પરંતુ સાહસ ટકાવી રાખજો. સપ્ટેમ્બરમાં તમારે રૂપિયાને લગતી પરેશાની થઈ શકે છે.
સિંહ (મ. ટ.)
-આ રાશિવાળાને મહિનાની શરૂઆતના દિવસોમાં કાર્યો પ્રત્યે તમારો સકારાત્મક દ્રષ્ટિકોણ આ અવધિની બાધાઓ ઓછી કરશે. આ મહિનામાં તમે પ્રયાસ, પરિશ્રમ, વિવેકનો ઉપયોગ કરો તો સાર્થક રહેશે.
કન્યા (પ. ઠ. ણ.)
-આ મહિનામાં ગ્રહો તમારી સાથે છે. આ અવધિમાં સ્પર્ધકોને પરાસ્ત કરવામાં તમે સફળ રહો. આ રાશિવાળાના કામ મહેનતથી પૂરાં થાય. યાત્રા કરતા સાવધાની રાખવી. કન્યા રાશિવાળા પોતાના વિચાર પ્રગટ ન કરે તો સારું રહેશે.
તુલા (ર. ત.)
-વિદેશ યાત્રા કરવાની તક પ્રાપ્ત કરી શકો. આ યાત્રાઓ તમારા સંચયમાં ખોટનું કારણ બને. આ રાશિવાળાને ધન આ મહિને ધનલાભના યોગ છે. પારિવારિક સુખમાં તણાવ આવી શકે.
વૃશ્વિક (ન. ય.)
-વૃશ્ચિક રાશિવાળા માટે ઈષ્ટનું ધ્યાન કરી કોઈ નવું કામ કરો. વ્યાવસાયિક વ્યસ્તતતાને લીધે તમે પ્રેમ વિષયો માટે સમય નહીં કાઢી શકો. શત્રુઓ તમારી ખુશીઓ ઓછી કરી શકે છે. આ રાશિવાળાને કાર્યક્ષેત્રમાં નવી ઓફરો મળશે.
ધન (ધ. ફ. ભ. ઢ.)
-જવાબદારીઓને કુશળતાથી નિભાવવાની ચિંતાથી તમને આરામ નહીં મળે. જેને લીધે તમે ઊર્જા શક્તિની ખોટ અનુભવો. ધન રાશિવાળાને અચાનક ધનલાભ થવાના યોગ છે. આ રાશિવાળાને યોજનાઓ પ્રમાણે કામ કરે તો પૂરાં થશે.
મકર (ખ. જ.)
-મનોબળમાં ખોટ દૂર કરવાથી સફળતાના માર્ગની બાધાઓ ઓછી થાય. આ સમયમાં તમે સાહસ, જોશની ખોટ રહે. આ સ્થિતિ ધનપ્રાપ્તિના પક્ષને અનુકૂળ નથી. આ મહિનાની મધ્યમાં થોડા દિવસ તમારે અનુકૂળ નથી પરંતુ મહિનાના અંતિમ દિવસે તમારી સાથે રહે.
કુંભ (ગ. શ. ષ. સ.)
-પ્રેમ સંબંધો બનતા-બગડતા રહે. આ અવધિમાં તમારા મિત્રોનો સહયોગ તમારા વ્યાવસાયિક લાભોમાં વધારો કરી શકે. કુંભ રાશિવાળાના રૂપિયાને લેવડ-દેવડ સમજી વિચારીને કરવી.
મીન ( દ. ચ. ઝ. થ.)
-તમારી આજીવિકાના ક્ષેત્રમાં કારણ વગર વાદ-વિવાદની સ્થિતિ પેદા થાય તો બચવું. આ સમયે તમે પરિવારની સાથે યાત્રાએ જઈ શકો. આ રાશિવાળા માટે આ મહિને આર્થિક તંગીનો પણ દોર રહેશે
No comments:
Post a Comment