Thursday, 22 September 2011

વીડિયો જુઓ અને કહો આ ઘોડાની કિંમત કેટલી હશે?

 
આ ઘોડાની કિંમત એક ફરારી કાર કરતા પણ વધારે છે

રાજસ્થાનના પુષ્કરમાં યોજાનારા પુષ્કરના મેળાની પોતાની જ એક ખાસ ઓળખ છે. દર વર્ષે પાંચ દિવસ સુધી ચાલતો આ મેળો દુનિયાના સૌથી મોટા ઊંટ અને પશુધન મેળા માટે જાણીતો છે.

પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હોવાની સાથે સાથે આ મેળામાં પશુઓની ખરીદી અને વેચાણ પણ થાય છે. આ મેળામાં લોકલ પુષ્કર ટીમ અને સહેલાણીઓ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન પણ કરવામાં આવે છે.

ઈ.સ. 2010માં આ મેળામાં વેચાણ માટે ગુલઝાર નામનો એક ઘોડો આવ્યો હતો, જેની કિંમત સાંભળીને હેરાન પરેશાન રહી જશો. ઘોડાની કિંમત ફરારી કાર કરતા પણ વધારે એટલે કે એક કરોડ 11 લાખ રૂપિયા છે. આ વીડિયો થોડો જૂનો છે, પણ અમારો હેતુ તમારા સુધી આ બેશકિંમતી ઘોડાની ઈન્ફરેમેશન પહોંચાડવાનો હતો.http://www.youtube.com/watch?v=CgUNIAWkfoo&feature=player_embedded

No comments:

Post a Comment