
ભારતીય શેરબજાર માટે ઓગસ્ટ મહિનો બહુ ખરાબ સાબિત થયો. તેમાં ગુજરાતની કિરીડાઇઝ ઇન્ડસ્ટ્રીઝ, દિશામન ફાર્મા, પ્રદીપ ઓવરસીસ, અદાણી પાવર, રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાઓલસ, ટોરેન્ટ કેબલ, ટોરેન્ટ પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ અને મુનદ્રા પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમી ઝોન માટે ખરાબ સાબિત રહ્યો. આ કંપનીઓના શેર છેલ્લાં 10 મહિનાથી સતત તૂટી રહ્યા છે. ત્યારે ગુજરાતની ત્રણ ફાર્મા અને એક ટેક્સટાઇલ કંપનીના શેરોમાં ખરાબ બજારની વચ્ચે પણ તેજી તરફી ધ્યાન રહ્યું.
રસપ્રદ વાત એ છે કે દુનિયામાં ડેનિમ કિંગ ગણાતી અરવિંદ મિલ્સના શેરમાં કંઇક જુદો જ ટ્રેન્ડ જોવા મળ્યો. આ કંપનીનો શેર છેલ્લાં 10 મહિનામાં 39.34 ટકા વધ્યો છે.
આ અંગે મોનાર્ક પ્રોજેક્ટના વૈભવ શાહે કહ્યું કે આ મંદીના સમયગાળામાં ફાર્મા સ્ટોક પર સૌથી વધુ ખરાબ અસર પડી છે. ફાર્માની સ્ક્રીપો સૌથી વધુ તૂટયા છે.
માર્કેટકેપ ગુજરાત કંપની Vs. સેન્સેક્સ
સેન્સેક્સ.................પ્રમોટર.................5 નવેમ્બર, 2010*....30મી ઓગસ્ટ, 2011*.....ફેરફાર (ટકાવારી)
કિરી ઇન્ડસ્ટ્રીઝ..........મનીષ કિરી...................903..........................302..................-66.65
દિશામન ફાર્મા..........જન્મેજય વ્યાસ...............441..........................554..................-61.55
પ્રદીપ ઓવરસીસ......પ્રદીપ કારિયા...............368...........................222..................-39.67
અદાણી પાવર..........ગૌતમ અદાણી.............30760........................19980................-35.05
રિદ્ધિ સિદ્ધિ જીબી.........ગણપતરાજ ચૌધરી........537...........................351...................-34.64
અદાણી એન્ટરપ્રાઇઝ....ગૌતમ અદાણી............84711.......................61127.................-27.84
ટોરેન્ટ પાવર............મહેતા બ્રધર્સ...............14336.....................10578..................-26.21
ટોરેન્ટ કેબલ...........મહેતા બ્રધર્સ................101............................84....................-16.83
એમપીસેઝ.............ગૌતમ અદાણી.............32535.......................30481..................-6.31
ઝાયડસ વેલનેસ......પંકજ પટેલ.................2226...........................2285..................2.65
ટોરેન્ટ ફાર્મા...........મહેતા બ્રધર્સ................4757..........................5071...................6.60
કેડિલા હેલ્થકેર.......પંકજ પટેલ................14864......................17231....................15.92
અરવિંદ મિલ........સંજય લાલભાઇ............1431.........................1994....................39.34
સોર્સ: બીએસઇ, મહેતા બ્રધર્સ (સુધીર મહેતા અને સમીર મહેતા), * રૂપિયા કરોડમાં
No comments:
Post a Comment