Thursday, 1 September 2011

તે વેશ્યાઓને પોતાના બાળકને જ મારી નાખવાની ફરજ પડાતી


- બ્રિટનમાં એક ખેતરમાં ઉત્ખનન કાર્ય કરતી વખતે 97 બાળકોના હાડપિંજર મળ્યા
- આ સ્થળ પર એક સમયે વેશ્યાલય હોવાનું અનુમાન
- રોમનકાળમાં વેશ્યાઓને પોતાના હાથે જ પોતાના બાળકોને મારી નાખવા પડતા હતા
- તે સમયે ગર્ભનિરોધક સાધનો ન હોવાથી વેશ્યાઓને પારાવાર સમસ્યામાંથી પસાર થવું પડતું હતું


રોમનકાળમાં વેશ્યાવૃત્તિ કરનારી મહિલાઓને જન્મતા બાળકોની હત્યા કરવા તેમની માતાઓને જ ફરજ પડાતી હોવાનું તાજેતરમાં જ પુરાતત્વવિદોએ સાબિત કર્યુ હતુ.

બકિંગહમશાયરના એક ખેતરમાં ઉત્ખનન કરતી વખતે 1912માં પુરાતત્વવિદોએ કુલ 97 બાળકોની એક સામુહિક કબરોને શોધી કાઢી હતી. આ તમામ બાળકોની ઉંમર લગભગ સરખી હોવાનું પણ બહાર આવ્યું હતું.

આ સાઈટ પર હાલમાં સંશોધન કરી રહેલા સંશોધકો એવા તારણ પર પહોંચ્યા છે કે અહીં રોમનકાળમાં વેશ્યાલયો ચાલતા હશે અને અહીં જ વેશ્યાઓને થયેલા બાળકોને મારી નાખીને દફનાવી દેવાતા હશે.

ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે તે સમયના રોમન સામ્રાજ્યમાં ગર્ભનિરોધક સાધનો ઉપલબ્ધ ન હોવાના કારણે વેશ્યાઓના ગર્ભવતી બનવાના કિસ્સા ખુબ જ બનતા હતા. આજના સમયમાં ભલે કદાચ આ કાર્ય ક્રૂરતાભર્યુ લાગે પરંતુ તે વખતે તાજા જન્મેલા બાળકને મારી નાખીને દફનાવી દેવાનું વલણ સામાન્ય હતુ.

પુરાતત્વશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે સ્થાનિક લોકો ચોક્કસ પદ્ધતી હેઠળ નવજાત બાળકને મારી નાખીને તેમને આ જગ્યાએ દાટી દેતા હશે.

વળી, આ જગ્યા પરથી મળી આવેલા હાડપિંજરોનો અભ્યાસ કર્યા પછી પુરાતત્વશાસ્ત્રીઓએ તારણ કાઢ્યુ હતુ કે જન્મેલા તમામ બાળકોના હાડકાનું કદ 40 સપ્તાહના ગર્ભનું હોય તેટલું હતું એટલે કે તમામ બાળકોને જન્મતી વખતે જ મારી દેવામાં આવ્યા હતા. જો આ બાળકોનું મોત કુદરતી પરિબળને કારણે થયું હોત તો તેમની ઉંમર સરખી ન હોત.



 

બાળકના હાડપિંજર સાથે આ મુદ્દે સંશોધન કરી રહેલા ડો. સીમોન
 

1992માં આ સાઈટ પરથી મળી આવ્યા હતા કુલ 97 હાડપિંજર

No comments:

Post a Comment