આ વીડિયો જોઇને એ સાબિત થાય છે કે વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો કોઈ પણ છોકરીને પ્રભાવિત કરી શકે છે અને જો છોકરા પાસે રિમોટ કંટ્રોલની કાર હોય તો તેના માટે આ કામ વધુ સરળ બની જાય છે.
વીડિયો દ્વારા એ વાતની ખબર પડે છે કે કઈ રીતે એક અમેરિકન છોકરો વિલ હેમ, બન્ની નામની છોકરીને એક નાની રમકડાની જીપ, વોકી ટોકી અને જિપમાં ફિટ કેમેરા દ્વારા પ્રભાવિત કરે છે અને તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી લે છે. આ માટે વિલે રમકડાની કારમાં કેમેરા અને વોકી ટોકી ફિટ કર્યું અને સાથે તેમાં એક સ્ટેચ્યુ પણ બેસાડી દીધું.
આ પછી તે રિમોટ કંટ્રોલ દ્વારા પોતાની કારને કેલિફોર્નિયાના બીચ ઉપર લઈ ગયો અને તે પછી જે થયું એ તમે વીડિયોમાં વધારે સારી રીતે સમજી શકશો. જુઓ ટેક્નોપ્રેમી છોકરાએ કઈ રીતે બનાવી ગર્લફ્રેન્ડ વીડિયોમાં...http://www.youtube.com/watch?v=8mbV4jMzMEo&feature=player_embedded
No comments:
Post a Comment