Thursday, 1 September 2011

ડાન્સના આવા અનોખા જલવા જોયા છે ક્યાંય?


 
 
હવામાં ઊછળીને બ્રેકડાન્સનું આ પરફોર્મન્સ જોવાલાયક હતું

આજે ડેન્માર્કમાં પરફોર્મર્સનો આ શો શરૂ થશે


દરેક વ્યક્તિને જીવનમાં કોઈને કોઈ કળાનો શોખ હોય છે. તેમાં પણ ડાન્સના શોખીન તો ઘણા બધા હોય છે. આવા પ્રોગ્રામ્સ પણ હવે ટેલીવિઝન ચેનલ પર ખાસ્સી ધૂમ મચાવી રહ્યા છે.

બ્રેક ડાન્સ રજૂ કરતી સાંસ્કૃતિક ટૂર પહેલાં ડેન્માર્કના કોપનહેગનમાં આવી પહોંચેલા કલાકારોએ જાહેર રસ્તા પર તેમની કળા પ્રસ્તુત કરી ત્યારે આસપાસના લોકો માટે આશ્ચર્યનો પાર નહોતો રહ્યો.

આ કલાકારો જે રીતે હવામાં ઊછળીને બ્રેકડાન્સનું પરફોર્મન્સ આપતા હતા તે કાબિલેદાદ હતું. આજે ડેન્માર્કમાં તેમનો શો શરૂ થશે અને ત્યારબાદ જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝરલેન્ડ, તુર્કી વગેરે દેશોમાં ૫૦ શો યોજાશે.

No comments:

Post a Comment