Thursday, 1 September 2011

લલનાઓ સાથે શરીરસુખ ભોગવી પાંચ લાખ પણ ચૂકવ્યા હતા


 
 
પાર્લે પોઇન્ટ નજીક આવેલી એક થ્રી સ્ટાર હોટલમાં ગોંધી રાખી બ્લેકમેલ કરવાની ધમકી આપી R પાંચ લાખ વસૂલવાની ઘટનામાં નવો વળાંક
થ્રી સ્ટાર હોટલના એક રૂમમાં બોલાવી લલનાઓ સાથે અશ્લિલ તસવીરો ખેંચાવી બ્લેકમેલ કરવાની ધમકી આપી R પાંચ લાખ આપી આવનારા વેપારી પોલીસ સમક્ષ એક પછી એક નવી વાર્તા કહી રહ્યા છે. પરંતુ ક્રાઇમ બ્રાંચે જે તપાસ કરી છે તેમાં ખબર પડી છે કે આ વેપારી હોટલમાં ગયા હતા. આ સમયે રૂમમાં બે લલનાઓ હતી, આ લલનાઓને વેપારીએ ભોગવી R પાંચ લાખ આપ્યા તો હતા. પરંતુ ભવિષ્યમાં તેમને બ્લેકમેલ કરી રૂપિયાની માગણી નહીં કરે  એ માટે પોતાના શરીર પર ચાકુના ઘા તથા બોથડ પદાર્થ વડે ઇજાઓ કરી હતી.

ઘોડદોડ પર રહેતા અને વેપાર કરતાં પ૦થી વધુ વયના એક વેપારી મગનભાઈ (નામ બદલ્યું છે)એ ઇન્ટરનેટ સુરતએસ્કોર્ટ્સ.ઇન નામની વેબસાઇટ વિઝિટ કરી હતી. જેમાં તેણે રોહન નામની વ્યક્તિનો નંબર મળી આવતાં આ નંબર પર ફોન કરી કોલ ગર્લની માગણી કરી હતી. પહેલો સોદો બહું જ સારો રહ્યો અને એક ફોન કરતાં જ સેક્સ માણવા માટે સુંદર યુવતી મળી હતી. થોડા દિવસ બાદ બીજી વખત રોહનને ફોન કરી પાર્લેપોઇન્ટની થ્રી સ્ટાર હોટલમાં સુંદર મોડેલને મોકલવા માટે જણાવાયું હતું. મગનભાઈ હોટલમાં ગયા હતા, જ્યાં બે લલનાઓ હતી.

તેમની સાથે શરીરસુખ ભોગવી R પાંચ લાચ ચૂકવી પણ આપ્યા પણ રૂપિયા આપ્યા પછી વેપારીના મનમાં એવી બીક પેસી ગઈ કે ભવિષ્યમાં આ લલનાઓ મને બ્લેકમેલ કરી શકે છે. આથી વેપારીએ તરકટ કર્યું અને પછી ઘરે આવીને કહ્યું કે મારું અપહરણ કરી અપહરકારોએ મને R પાંચ લાખ લઈને છોડ્યા છે. પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે સમજાવ્યા તો વેપારીએ પોલીસ કમિશનર સમક્ષ સુદ્ધાં ખોટી ફરિયાદ કરી અને તપાસના અંતે આ વેપારીનું આખું જૂઠાણું બહાર આવ્યું હતું.

અન્ય ગ્રાહકને દલાલ સમજી નામ આપ્યું

વેપારીએ પોલીસ સમક્ષ જે આપવીતી વર્ણવી હતી તેમાં તેણે એવું પણ કહ્યું હતું કે એક રવિ નામનો ઇસમ કે જે સિકયોરિટી સર્વિસ સાથે સંકળાયેલો છે, તે પણ લલનાઓની સાથે હતો. આથી પોલીસે આ રવિની સતત પૂછપરછ ચાલુ રાખી હતી. પરંતુ પાછળથી એવી ખબર પડી કે આ રવિ તો પોતે પણ એક ગ્રાહક હતો. જેને વેપારી લલનાઓનો દલાલ સમજી બેઠો હતો.

સેક્સ રેકેટમાં સામેલ સોનુની પૂછપરછ થઈ રહી છે

આ સેક્સ રેકેટના મુખ્ય સૂત્રધાર રોહનના સાગરીત સોનુ સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. હાલ ક્રાઇમ બ્રાંચ સોનુની પૂછપરછ કરી રહી છે અને આ રેકેટમાં સંકળાયેલા ઘણા મોટા માથાઓના નામ ક્રાઇમ બ્રાંચ પાસે પહોંચી ગયા છે. સુરતએસ્કોર્ટ્સ.ઇન વેબસાઇટનો ઉપયોગ કરી સેક્સ રેકેટમાં ઇન્વોલ્વ થનારાઓ સુધી પણ ક્રાઇમ બ્રાંચ ક્યારેય પણ પહોંચી શકે એમ છે.

સારા ઘરની મહિલાઓ

વેબસાઇટ પર સ્પષ્ટ રીતે લખાયુ છે કે, ‘જે યુવતીઓને કોલગર્લ મોકલાવવામાં આવશે તેઓ વિદ્યાર્થીનીઓ, બેંકની મહિલા કર્મચારીઓ, હોટલની સુંદર યુવતીઓ તથા સારા ઘરની સદસ્યો હશે.

મોટી હોટલોમાં ગોરખધંધા

શહેરમાં સેક્સ રેકેટ્સ ચાલી રહ્યા છે. મોટાભાગના ગુનાની ફરિયાદ પોલીસ સુધી પહોંચતી નથી. પરંતુ ઉપરોકત ગુનાની હકીકત આડકતરી રીતે પોલીસ પાસે પહોંચી જતા એસ્કોર્ટ્સના આ ધંધાને ખુલોસો થયો છે.

No comments:

Post a Comment