Tuesday, 13 September 2011

કડવા કારેલાના આ મીઠાં ગુણો જાણી લો, ફાયદામાં રહેશો


 
સ્વાદે કડવું અને જોતા જ લોકોનું મો ચઢી જતું તેવું શાક એટલે કારેલાં. પણ જ્યારે તેના ગુણની વાત આવે એટલે તેની આ કડવાશ ભૂલી જ જવી પડે.

સ્વાસ્થ્ય અને સોદર્ય બન્ને માટે લાભકારી કારેલાના આટલાં ગુણો જાણી લો.

તેના પોષક તત્વોને કારણે કારેલા ન ફક્ત શાક છે પણ તે ઔષધિ પણ છે.

-કારેલા ડાયાબિટીસ મટાડવા ઉત્તમ છે. તેને છાયડામાં સુકવી તેનો પાવડર બનાવી લો. આ પાવડર દરરરોજ એક ચમચી લેવાથી ડાયાબિટીસથી રાહત મળે છે. કારણ કે કારેલા પેંક્રિયાઝને ઉત્તેજિત કરી ઈન્સ્યુલિનની માત્રા વધારે છે. -તેમાં રહેલાં બિટર્સ અને એલ્કેલાઈડને કારણે તે રક્તશોધક પણ છે. તેના પ્રયોગથી ફોડકી, ડાઘ-ધબ્બા દુર થાય છે. ચામડીના રોગ મટે છે. -કારેલાના બિજમાં વિરેચક તેલ હોય છે. જેને કારણે તેને ખાવાથી કબજિયાતની બીમારીથી બચી શકાય છે. -તો આ સિવાય તેમાં વિટામિનની પણ હાજરી હોવાથી રતાંધણા પણાની બીમારીમાં પણ રાહત રહે છે -કારેલાના પાદડાંનો રસ પિવાથી સાંધાના દુખાવામાં પણ રાહત રહે છે -તે એસિડિટી, ખાટ્ટા ઓડકારથી પણ છુટકારો અપાવે છે.

No comments:

Post a Comment