મોબાઇલ રિચાર્જ કરવાને લઇને શરૂ થઇ સૌથી અનોખી સર્વિસ!
ભારતમાં મોબાઇલ સર્વિસ આપનાર સૌથી મોટી કંપની ભારતી એરટેલે પોતાના ગ્રાહકો માટે સૌથી અનોખી સર્વિસની શરૂઆત કરી દીધી છે. જો કે વાત એમ છે કે આ સર્વિસ દ્વારા એરટેલેના ગ્રાહકોને પોતાનો નંબર રિચાર્જ કરાવા માટે કોઇપણ આઉટલેટ પર જવાની જરૂર નહીં પડે અને આ કામ સીધું કંપનીની વેબસાઇટ-એરટેલ ડોટ ઇન પર કરી શકાશે.
કંપનીની તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે પેમેન્ટ માટે જો ગ્રાહકો દ્વારા વીઝા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરાયો છે તો ગ્રાહકોને 5 ટકા 'કૈશ બેક' પણ આપવામાં આવશે. તમને બતાવી દઇએ કે કર્ણાટક સર્કલમાં કંપનીની તરફથી પહેલેથી આ સર્વિસ આપવામાં આવી રહી હતી. પરંતુ હવે દેશભરમાં લોકો તેનો લાભ ઉઠાવી શકશે.
No comments:
Post a Comment