ભારતમાં મોબાઇલ સર્વિસ આપનાર સૌથી મોટી કંપની ભારતી એરટેલે પોતાના ગ્રાહકો માટે સૌથી અનોખી સર્વિસની શરૂઆત કરી દીધી છે. જો કે વાત એમ છે કે આ સર્વિસ દ્વારા એરટેલેના ગ્રાહકોને પોતાનો નંબર રિચાર્જ કરાવા માટે કોઇપણ આઉટલેટ પર જવાની જરૂર નહીં પડે અને આ કામ સીધું કંપનીની વેબસાઇટ-એરટેલ ડોટ ઇન પર કરી શકાશે.
કંપનીની તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે પેમેન્ટ માટે જો ગ્રાહકો દ્વારા વીઝા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરાયો છે તો ગ્રાહકોને 5 ટકા 'કૈશ બેક' પણ આપવામાં આવશે. તમને બતાવી દઇએ કે કર્ણાટક સર્કલમાં કંપનીની તરફથી પહેલેથી આ સર્વિસ આપવામાં આવી રહી હતી. પરંતુ હવે દેશભરમાં લોકો તેનો લાભ ઉઠાવી શકશે.
- એક ટન જૂના મોબાઇલના સ્ક્રેપમાંથી અંદાજે 150 ગ્રામ સોનું, ત્રણ કિલોગ્રામ ચાંદી અને અંદાજે 100 કિલો તાંબુ નીકળે છે
- ભારતમાં ભલે જૂના મોબાઇલને કચરામાં ફેંકવાની પદ્ધતિ છે પરંતુ વિદેશોમાં એવી બહુ બધી કંપનીઓ છે જે જૂના મોબાઇલની સારી કિંમતે ખરીદે છે
જી હા, જો તમારી પાસે જૂનો મોબાઇલ છે અને તમે તેને વેચવાનું વિચારી રહ્યા છો તો એક વખત ફરી વિચારી લેજો કારણ કે એક ટન જૂના મોબાઇલના સ્ક્રેપમાંથી અંદાજે 150 ગ્રામ સોનું, ત્રણ કિલોગ્રામ ચાંદી અને અંદાજે 100 કિલો તાંબુ નીકળે છે. ભારતમાં ભલે જૂના મોબાઇલને કચરામાં ફેંકવાની પદ્ધતિ છે પરંતુ વિદેશોમાં એવી બહુ બધી કંપનીઓ છે જે જૂના મોબાઇલની સારી કિંમતે ખરીદે છે.
જીના મોબાઇલને ઇન્ટરનેટના માધ્યમથી કંપનીઓ ખરીદે છે છતાં તેમાંથી સોનું, ચાંદી અને ઇરેડિયમ જેવી કિંમતી ધાતુઓને નીકાળવામાં આવે છે. તેને અરબન માઇનિંગ કહે છે. આ મોબાઇલોમાંથી નીકાળવામાં આવેલી ધાતુઓને બીજી વખત રિસાઇકલ કરીને તેમાંથી નવી વસ્તુઓ બનાવામાં ઉપયોગ કરે છે.
સોના-ચાંદી વિદ્યુતના સૌથી સારૂં સુચાલક માને છે, આથી તેનો ઉપયોગ સર્કિટ બોર્ડ બનાવામાં કરાય છે. ભારતમાં દર કલાકે સરેરાશ 12 હજાર મોબાઇલ ફોન વેચાય છે અને સરેરાશ દરેક ભારતીય 18 મહિનામાં પોતાનો મોબાઇલ બદલી લે છે.
જી હાં, ભલે દેશની ગરીબાઈ અને મોંઘવારી તેજી સાથે વધી રહીં હોય પરંતુ તેટલી જ તેજીથી ભારતમાં કરોડપતિયોની સંખ્યા પણ વધી રહીં છે.
સ્વિત્ઝરલેન્ડની પ્રોપર્ટી મેનેજમેન્ટ એડવાઇઝરી સર્વિસ કંપની જૂલિયસ બેયરના તાજા રિપોર્ટમાં આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આ રિપોર્ટ પ્રમાણે વર્ષે 2015 સુધીમાં ભારતમાં કરોડપતિયોની સંખ્યા ચાર લાખ કરતા પણ વધારે હશે.
- ભારત અને ચીન સહિત સમગ્ર એશિયામાં આ દરમિયાન કરોડપતિયોની સંખ્યા 28.2 લાખ સુધી પહોંચી જશે
- ભારતમાં કરોડપતિયોની કુલ સંપત્તિ 2456 અબજ ડૉલર (લગભગ 1,11,000 અબજ રૂપિયા) થશે
- વર્ષોમાં ચીન કરોડપતિઓની બાબતે સૌથી ઉપર રહેશે અને આ દરમિયાન ચીનમાં 13.78 લાખ કરોડપતિ
- આ પ્રમાણે જો 2015 સુધીમાં દુનિયાના સૌથી વધુ ધનવાનો ધરાવતા દેશોની યાદી નીચે આપેલી છે
આટલુ જ નહીં, ભારત અને ચીન સહિત સમગ્ર એશિયામાં આ દરમિયાન કરોડપતિઓની સંખ્યા 28.2 લાખ સુધી પહોંચી જશે.
વર્ષ 2015 સુધીમાં ભારતમાં કરોડપતિઓની કુલ સંપત્તિ 2456 અબજ ડૉલર (લગભગ 1,11,000 અબજ રૂપિયા) થશે. 10 લાખ ડૉલર (4.5 કરોડ રૂપિયા)થી વધારેની સંપત્તિ રાખનારાઓને હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે એચએનઆઈ માનવામાં આવે છે.
આવતા 4 વર્ષોમાં ચીન કરોડપતિઓની બાબતે સૌથી ઉપર રહેશે અને આ દરમિયાન ચીનમાં 13.78 લાખ કરોડપતિ હશે, જેમની કુલ સંપત્તિ 8764 અબજ ડૉલર એટલે કે એશિયાના કુલ અબજપતિયોમાંથી અડધા તો ચીનમાંથી હશે.
આ પ્રમાણે જો 2015 સુધીમાં દુનિયાના સૌથી ધનવાન દેશોની યાદી જોઈએ તો..
કદાચ, ઘણાં લોકોને માટે આ વાંચી નવાઇ થઇ હશે કે વરિયાળી એ ગુણોનો ભંડાર છે.હા, આયુર્વેદ અનુસાર વરિયાળીના નિયમિત સેવનથી ઘણાં પ્રકારનાં સ્વાસ્થય લાભ થાય છે.
તો આવો જાણીએ ગુણોનાં ભંડાર એવી વરિયાળીથી થતાં લાભ
- બદામ, વરિયાળી અને સાકર આ ત્રણેયને સરખે ભાગે લઇને વાટી લો અને રોજ બન્ને ટાઇમ ભોજન પછી 1 ટી સ્પુન લો. તેનાથી સ્મરણ શક્તિ વધે છે.
- રોજિંદા ભોજનની 30 મિનિટ બાદ વરિયાળી લેવાથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે.
- રોજ 5 થી 6 ગ્રામ વરિયાળી લેવાથી લીવર ઠીક રહે છે અને આંખોનું તેજ પણ વધે છે.
- જમ્યા બાદ વરિયાળી લેવાથી તે મચકોડ, દર્દ અને ગેસ વિકારમાં પણ લાભદાયી છે.
- તવા પર શેકેલી વરિયાળીનો ભુકો કરીને લેવાથી અપચામાં પણ ઘણી લાભદાયી રહે છે. બે કપ પાણીમાં એક ચમચી વરિયાળીને ઉકાળેલી બે-ત્રણ વાર લેવાથી અપચા અને કફની સમસ્યા દુર થાય છે. અસ્થમા અને ખાંસીમા વરિયાળી સહાયક હોય છે. કફ અને ખાંસીનાં ઇલાજ માટે વરિયાળી ખાવી ફાયદાકારક છે.
- અડધી કાચી વરિયાળીનું ચુર્ણ અને અડધી શેકેલી વરિયાળીનાં ચુર્ણમાં હીંગ અને સીંધાળુ મેળવીને 2 થી 6 ગ્રામ માત્રામાં દિવસમાં ત્રણ – ચાર વાર લેવાનો પ્રયોગ કરો તેનાથી ગેસ અને અપચો દુર થાય છે. શેકેલી વરિયાળી અને ખાંડને સમાન માત્રામાં પીસીને દર બે કલાક બાદ ઠંડા પાણીની સાથે ફાકી લેવાથી ઝાડા, પેટમાં ચુંક અને પેટમાં આવતી વીંટમાં લાભ થાય છે જેનાથી કબજિયાત દુર થાય છે.
વૃક્ષો અને છોડના સૌથી મોટા ફાયદા એ છે કે તેમાં ઓક્સિજન ગેસ પ્રાપ્ત થાય છે. તે સિવાય પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી પણ ઝાડ-છોડનું સર્વાધિક મહત્વ છે. તેના વગર વાતાવરણનું સંતુલન નથી કરી શકાતું. દરેક પરિસ્થિતિમાં હરિયાળી આપણા માટે ફાયદાકારક જ છે. તેના ફાયદાઓની સાથે જ શાસ્ત્રો પ્રમાણે અનેક ધાર્મિક અને જ્યોતિષિય મહત્વ પણ બતાવવામાં આવ્યા છે.
કેટલાક ઝાડ-છોડ એવા છે જેનાથી આપણે અનેક ચમત્કારિક લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે આપણા ઘર કે ઘરની આસપાસ હોય તો તેના ફાયદા પ્રાપ્ત થાય છે. આ ઝાડ-વૃક્ષોમાં આંકડાના ઝાડ પણ સામેલ છે. જો આ ગ્રહ ઘરની સામે હોય તો ખૂબ જ લાભ પહોંચાડે છે.
શાસ્ત્રો પ્રમાણે આંકડાના ફૂલ શિવલિંગ ઉપર ચઢાવવાથી બધી મનોકામના પૂરી થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આંકડાનું ઝાડ મુખ્ય દરવાજા ઉપર કે ઘરની સામે જ હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના ફૂલ સામાન્યતઃ સફેદ રંગના હોય છે. વિદ્વાનો પ્રમાણે કેટલાક જૂના આંકડાની જડમાં શ્રીગણેશની પ્રતિકૃતિ નિર્મિત થઈ જાય છે જો કે સાધકને ચમત્કારી લાભ પ્રદાન કરે છે.
1873ના સમયમાં ફિલિયસ ફોગ નામના યુરોપિયન સાહસિકને દુનિયાનું પરિભ્રમણ કરતા પુરા 80 દિવસનો સમય લાગ્યો હતો પરંતુ 2011માં લેટેસ્ટ ટેક્નોલોજીમાં માત્ર એક જ મિનિટમાં પૃથ્વીનું પરિભ્રમણ માત્ર એક જ મિનિટમાં જોવું શક્ય બન્યું છે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવેલા પૃથ્વીની તસવીરોનું તાજેતરમાં જ સંકલન કરીને એક અદ્દભૂત વીડિયો બનાવીને તેને યૂ-ટ્યૂબ પર મુકવામાં આવ્યો હતો.
સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવેલી આ તસવીરોનું જેમ્સ ડ્રેકન નામના વ્યક્તિએ સંકલન કર્યુ હતુ. પૃથ્વીથી 220 માઈલ ઉપરથી લેવામાં આવેલી આ તસવીરોનો વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર સનસનાટી બની રહ્યો છે.
વિજ્ઞાનના શિક્ષક એવા જેમ્સ ડ્રેકને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવેલી 600 જેટલી તસવીરોનું સંકલન કરીને આ વીડિયો બનાવ્યો હતો. 15 સપ્ટેમ્બરના રોજ અપલોડ કરવામાં આવેલો આ વીડિયો યૂ-ટ્યૂબ પર લોકપ્રિય બન્યો છે. પેસેફિક મહાસાગર પરથી શરૂ થતો આ વીડિયો નોર્થ અને સાઉથ અમેરિકા પર થઈને એન્ટાર્કટિકા નજીક સૂર્યના પ્રકાશમાં આવતા વિસ્તારોને આવરી લે છે.http://www.youtube.com/watch?v=74mhQyuyELQ&feature=player_embedded
રાજસ્થાનના પુષ્કરમાં યોજાનારા પુષ્કરના મેળાની પોતાની જ એક ખાસ ઓળખ છે. દર વર્ષે પાંચ દિવસ સુધી ચાલતો આ મેળો દુનિયાના સૌથી મોટા ઊંટ અને પશુધન મેળા માટે જાણીતો છે.
પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હોવાની સાથે સાથે આ મેળામાં પશુઓની ખરીદી અને વેચાણ પણ થાય છે. આ મેળામાં લોકલ પુષ્કર ટીમ અને સહેલાણીઓ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન પણ કરવામાં આવે છે.
ઈ.સ. 2010માં આ મેળામાં વેચાણ માટે ગુલઝાર નામનો એક ઘોડો આવ્યો હતો, જેની કિંમત સાંભળીને હેરાન પરેશાન રહી જશો. ઘોડાની કિંમત ફરારી કાર કરતા પણ વધારે એટલે કે એક કરોડ 11 લાખ રૂપિયા છે. આ વીડિયો થોડો જૂનો છે, પણ અમારો હેતુ તમારા સુધી આ બેશકિંમતી ઘોડાની ઈન્ફરેમેશન પહોંચાડવાનો હતો.http://www.youtube.com/watch?v=CgUNIAWkfoo&feature=player_embedded
તમારા બધા જ પ્રશ્નોના જવાબ એક જગ્યાએ મળી જાય તેવો વીડિયો
જો તમે તમારા જીવનમાં અસંતુષ્ટ હો, તમને એવુ થતું હોય કે કામના પ્રમાણમાં તમારો સેલરી ઓછો છે, તમને એવો રંજ હોય કે તમારી પાસે વધારે મિત્રો નથી, તમને એવુ લાગતું હો કે તમારાથી વધારે મુશ્કેલી કોઈને છે જ નહીં, તો એકવાર આ વીડિયો ચોક્કસ જોજો. આ વીડિયો અત્યારની સમાજની વાસ્તવિકતાના આધારે બનાવવામાં આવ્યો છે. તમે પણ આ વીડિયો જોયા પછી તમારી પરિસ્થિતિ માટે કોઈને દોષ દેવાનું કે ફરિયાદ કરવાનું ભૂલી જશો.
આ હૈરતઅંગેજ પુલને દુનિયાની આઠમી અજાયબી માનવામાં આવે છે
ઈ.સ. 1882માં જ્યારે આ પુલને તૈયાર કરવામાં આવ્યો હતો, ત્યારથી અત્યાર સુધી આ પુલને આ દુનિયાની આઠમી અજાયબી તરીકે જોવામાં આવી રહ્યો છે. વધારે જૂનો હોવાના કારણે આ પુલને રેલવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે લોકો પગપાળા લોકો આ પુલ ઉપર આવ-જા કરી શકે છે.
પેન્સિલવેનિયાના કિન્ઝુઆ વાયોડિક્ટમાં ચોખ્ખા આયર્નમાંથી બનાવવામાં આવેલો આ પુલ નિર્માણના સમયે દુનિયાનો સૌથી અને સૌથી લાંબો રેલવે પુલ હતો, જેની ઊંચાઈ 301 ફૂટ અને લંબાઈ 2053 ફૂટ છે. ઈ.સ.1900માં તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આશરે એક સદી સુધી પોતાની સેવાઓ આપ્યા પછી આ પુલ 2003માં આવેલા એક ટોર્નેડોમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
હવે આ પુલના સુંદર નઝારાને જોવા માટે તેને સમારકામ કરાવીને પગપાળા જનારાઓ માટે ખોલવામાં આવ્યો છે. તેની લાકડાની ફર્શને હટાવીને હવે ત્યાં પારદર્શક કાચ લગાવવામાં આવ્યો છે, જેથી લોકો 300 ફૂટની ઊંચાઈ પરથીનીચેનો સુંદર નઝારો જોઈ શકે. તસવીરોમાં જુઓ આ શાનદાર પુલની સુંદરતાને
ખાંસી કોઈ રોગ નથી. તે અન્ય રોગોના લક્ષણ માત્ર છે. ખાંસી જો ચાલુ જ રહે તો તે અન્ય બીમારીઓને જન્મ આપી શકે છે. ખાંસીના કારણે નબળાઈ સિવાય ગળા, શ્વાસનળી, ફેફસા અને હૃદયની બીમારીઓ પણ થાય છે. ટી.બી. દમમાં પણ ખાંસીના મુખ્ય લક્ષણો હોય છે. જ્યાં સુધી ઇલાજ ન કરવામાં આવે, ત્યાં સુધી માત્ર ખાંસીની દવાથી પણ થોડી વાર પછી જ લાભ મળે છે. જુકામ ખાંસી હોવાનું સૌથી મોટુ કારણ છે. ઘરેલુ ઉપચારથી ખાંસી સારી કરી શકાય છે.
ખાંસીમાં ગરમીમાં ઠંડા પાણીની સાથે અને ઠંડીમાં ગરમ પાણીથી નારંગીનો રસ લાભદાયી રહે છે.
પિસેલા આમળા એક ચમચી મધમાં મેળવી રોજ બે વાર ચાંટી જાઓ.
-પાલકના રસને હલકો ગરમ કરી કોગળા કરો.
-ચાની ચમચી મેથીદાણા એક ગ્લાસમાં પાણીમાં ઉકાળો. અડધુ પાણી રહે ત્યારે ગરમ-ગરમ પી જાઓ.
-અંજીર દૂધ સાથે પીવો.
-ચાર ચમચી તલ અને તેમાં એટલી જ ખાંડ નાંખી એક ગ્લાક પાણીમાં ઉકાળો, જ્યારે અડધુ થઈ જાય ત્યારે તેને પી જાઓ.
-તજને ચૂસતા રહો તો ખાંસી ઉપડતી નથી.
-દસ કાળીમરીને પાણીમા ઉકાળીને પીવો.
-કાળીમરી પીસી તેમાં મધ મેળવી સેવન કરો.
-ખાંસી વાંર-વાર ચાલતી રહે તો સાકરનો એક ટૂકડો મોમાં રાખો,
લંગ (ફેફસામાં) ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં ભરતી થયેલા ભૂતપૂર્વ ભારતીય સુકાની મંસુર અલી ખાન પટૌડીનું ગુરૂવાર સાંજે નિધન થયું છે.
નવાબ પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના સૌથી યુવા સુકાની રહ્યા છે. તેમણે ભારત માટે 46 ટેસ્ટ મેચ રમી હતી અને તેમાંથી 40 ટેસ્ટમાં તેમણે ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું.
તેઓ 1961-1975 સુધી ભારત માટે રમ્યા હતા. તેમને 1964માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવમાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મંસુર અલી ખાનનું ગુરૂવારના રોજ દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલમાં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું.
મંસુર અલી ખાને બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા.
મંસુર અલી ખાન અને શર્મિલા ટાગોર તેમના શરૂઆતના દિવસોમાં ખાસ્સા લોકપ્રિય હતા. પટૌડી અને શર્મિલા વચ્ચે પ્રથમ નજરે પ્રેમ થયો નહોતો. મંસુર અલી ખાન શર્મિલાને મનાવવા માટે ઘણી જ મહેનત કરી હતી.
શર્મિલા ટાગોર - મંસુર અલી ખાન વચ્ચેનો પ્રેમ
શર્મિલા અને મંસુર તેમના કેટલાંક કોમન મિત્રોને કારણે એકબીજાને ઓળખતા થયા હતા. મંસુર ખાનને શર્મિલા પસંદ આવી ગઈ હતી અને તેને મનાવવા મંસુરે ઘણાં પ્રયાસો કર્યા હતા. ચાર વર્ષ સુધી મંસુરે શર્મિલા આગળ ફિલ્ડીંગ ભરી હતી અને ત્યારબાદ શર્મિલા માની હતી. મંસુરે પોતાના પ્રેમના પ્રતિક તરીકે શર્મિલાને રેફ્રિજરેટર ગીફ્ટ આપી હતી પરંતુ શર્મિલા આ પ્રેમના પ્રતિકને લઈને ખુશ થઈ નહોતી. અંતે શર્મિલાને મનાવવા માટે ગુલાબના ફૂલ આપવાનું શરૂ કર્યું હતું અને દિવસે દિવસે ગુલાબની સંખ્યા વધારી દીધી હતી.
શર્મિલા ટાગોર - મંસુર અલી ખાનના લગ્નને લઈને અનેક અટકળો
શર્મિલા અને મંસુર અલી ખાન બંને અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. શર્મિલા બંગાળી હિંદુ પરિવારમાંથી આવે છે. શર્મિલા બોલિવૂડ સાથે જોડાયેલ છે. મંસુર રોયલ નવાબ પરિવારનો છે અને તે તર્કિશ મુસ્લિમ છાંટ ધરાવતા હતા. શર્મિલા અને મંસુર અલી ખાને જ્યારે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે અનેક લોકોને નવાઈ લાગી હતી.
શર્મિલા-મંસુર અલી ખાનના લગ્ન
શર્મિલા અને મંસુર અલી ખાને 1969માં 27મી ડિસેમ્બરના રોજ માત્ર નિકટના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન કરતા પહેલા શર્મિલા ટાગોરે પોતાનું નામ આયેશા સુલ્તાન કર્યુ હતું. લગ્ન બાદ શર્મિલાએ પોતાની ફિલ્મી કરિયરને તિલાંજલી આપી દીધી હતી. શર્મિલા અને મંસુર અલી ખાનને લગ્નને લઈને ઘણાં લોકોએ ભવિષ્યવાણી ભાખી હતી કે, આ લગ્ન લાંબુ ટકશે નહીં.
શર્મિલા ટાગોર-મંસુર અલી ખાનનું લગ્નજીવન
લગ્નબાદ શર્મિલાએ સૈફ અલી ખાનને જન્મ આપ્યો હતો. ત્યારબાદ શબા અલી ખાન જન્મી હતી. 1978માં શર્મિલાએ સોહા અલી ખાનને જન્મ આપ્યો હતો. શબા અલી ખાન જ્વેલરી ડિઝાઈનર છે. સૈફ અલી ખાન અને સોહા અલી ખાન બોલિવૂડમાં જાણીતા અભિનેતા-અભિનેત્રી છે. શર્મિલા અને મંસુર અલી ખાનના લગ્નજીવનમાં ક્યારેય વિવાદ થયો નથી. જ્યારે શિકાર કેસમાં મંસુર અલી ખાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે શર્મિલા પોતાના પતિની પડઘે ઉભી રહી હતી.
- અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયરમાં પેટ્રોલની કિંમત સૌથી ઓછી છે રૂપિયા 59.11
- ત્યારબાદ બીજા નંબર પર છે પોંડિચરી જ્યાં એક લિટર પેટ્રોલની કિંમત 64.9 રૂપિયા પ્રતિ લિટર છે
- સૌથી મોંઘા પેટ્રોલની વાત કરીએ તો આઇટી સિટીના નામથી પ્રખ્યાત બેંગલુરૂમાં પ્રતિ લિટર રૂપિયા 74.82ના ભાવે મળી રહ્યું છે
પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ગયા વર્ષે જૂન મહિનામાં પેટ્રોલના ભાવને સરકારી નિયંત્રણથી મુક્ત કર્યા એટલે કે ડિકંટ્રોલ કર્યા બાદ અત્યાર સુધીમાં દસ વખત વધારો થઇ ગયો છે. પરંતુ શું તમને ખબર છે કે આ કિંમતોમાં કેટલીય વાર વધારો કરવામાં આવ્યો હોવા છતાં ભારત ના ક્યાં શહેરમાં પેટ્રોલ સૌથી સસ્તું મળે છે? જો તમને ખબર નથી તો ચાલો અમે તમને બતાવી દઇએ. અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયરમાં પેટ્રોલની કિંમત સૌથી ઓછી છે. અહીં એક લિટર પેટ્રોલ હાલ 59.11 રૂપિયામાં મળી રહ્યું છે. ત્યારબાદ બીજા નંબર પર છે પોંડિચરી જ્યાં એક લિટર પેટ્રોલની કિંમત 64.9 રૂપિયા પ્રતિ લિટર છે.
આમ આ રીતે આઇજોલમાં એક લિટર પેટ્રોલની કિંમત 65.59 અને ઇટાનગરમાં 65.94 રૂપિયા છે. દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 66.84 રૂપિયા પર વેચાઇ રહ્યું છે. ત્યારે જો સૌથી મોંઘા પેટ્રોલની વાત કરીએ તો આઇટી સિટીના નામથી પ્રખ્યાત બેંગલુરૂમાં પ્રતિ લિટર રૂપિયા 74.82ના ભાવે મળી રહ્યું છે. ત્યારબાજ જમ્મુમાં એક લિટર પેટ્રોલ 74.5 રૂપિયા પ્રતિ લિટરના ભાવ પર વેચાઇ રહ્યું છે.
તમને બતાવી દઇએ કે પેટ્રોલની કિંમતોમાં આ અંતર, અલગ-અલગ રાજ્યોમાં વેટના અલગ-અલગ દરો અને સ્ટેટ લેવીના લીધે હોય છે.
જુઓ ટેક્નોપ્રેમી છોકરાએ કઈ રીતે બનાવી ગર્લફ્રેન્ડ વીડિયોમાં
આ વીડિયો જોઇને એ સાબિત થાય છે કે વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો કોઈ પણ છોકરીને પ્રભાવિત કરી શકે છે અને જો છોકરા પાસે રિમોટ કંટ્રોલની કાર હોય તો તેના માટે આ કામ વધુ સરળ બની જાય છે.
વીડિયો દ્વારા એ વાતની ખબર પડે છે કે કઈ રીતે એક અમેરિકન છોકરો વિલ હેમ, બન્ની નામની છોકરીને એક નાની રમકડાની જીપ, વોકી ટોકી અને જિપમાં ફિટ કેમેરા દ્વારા પ્રભાવિત કરે છે અને તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી લે છે. આ માટે વિલે રમકડાની કારમાં કેમેરા અને વોકી ટોકી ફિટ કર્યું અને સાથે તેમાં એક સ્ટેચ્યુ પણ બેસાડી દીધું.