Tuesday, 11 October 2011

ટીમની જીત બાદ રોમાંચીત થઈ ગયા નીતા અંબાણી


માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પોતાની આટલી લાંબી કારકિર્દીમાં વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ નથી રહ્યો તેવી ચાહકો અને ક્રિકેટપ્રેમીઓની આશાઓ અને અપેક્ષાઓ તો પૂરી થઈ ગઈ. પરંતુ તેની આગેવાનીવાળી આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પણ કોઈ ટાઈટલ જીતી નહોતી શકી.

જો કે રવિવારે ક્રિકેટપ્રેમીઓની તે આશા પણ પૂરી થઈ ગઈ. ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટ 2011માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 31 રને પરાજય આપીને પોતાનું પ્રથમ ટાઈટલ જીત્યું. જો કે તે વાત અલગ છે કે ઈજાના કારણે સચિન આ ટૂર્નામેન્ટમાં નહોતો રમી શક્યો પરંતુ તે સતત ટીમ સાથે રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારતો રહેતો હતો અને તેમનું માર્ગદર્શન કરતો રહેતો હતો.

કામચલાઉ સુકાની હરભજન સિંહનું પણ તે જ કહેવું હતું કે ડ્રેસિંગરૂમમાં સચિનની હાજરી ઘણી ફાયદાકારક છે. જીત બાદ ટીમના માલિક નીતા અંબાણી પણ રોમાંચિત થઈ ગયા હતા અને તેમણે ખેલાડીઓને ગળે લગાડીને તેમનું સ્વાગત કર્યું હતું અને ખુશીની વધામણી આપી હતી.

ચેમ્પિયન્સ લીગમાં ચેમ્પિયન બન્યા બાદ કેવો હતો ખેલાડીઓનો આનંદ અને તેમની ખુશી જુઓ તસવીરોમાં...

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment