
-કાશી-વિશ્વનાથના મંદિરની એકદમ નજીકથી ત્યાં જવાતું હોવાથી આ કિનારો કાશી-વિશ્વનાથ સાગરકિનારા તરીકે પણ ઓળખાય છે
તમે એકબીજાને પહેલી વાર મળ્યા, એકબીજાને પસંદ કર્યા, પ્રેમમાં પડ્યા અને લગ્ન પણ કરી લીધા. હવે સમય આવી ગયો એ ખાસ મજાનો જેની તમે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એટલે કે તમારા હનીમૂનનો સમય.
આ દીવાળી વેકેશનમાં આપ બન્ને માટે બીજુ હનીમૂન માણવા માટે જો કોઈ યોગ્ય સ્થળની મુલાકાત લેવા જવા ઈચ્છતા હોવ તો આ જગ્યા તમારા માટે ખાસ બની રહેશે.
હનીમૂન લાઈફ ટાઈમ યાદ રહે તેવુ યાદગાર બને તેવુ સૌ કોઈ ઈચ્છે છે. માટે હનીમૂન ક્યા સ્થળે મનાવશો તેની પસંદગી આ બધી બાબતોને યાદ રાખીને પ્લાન કરશો. જો તમે બન્ને હંમેશા અન્ય લોકોથી કંઈક અલગ કરવા ઈચ્છતા હોવ તો તમારુ હનીમૂન પણ બાકી લોકો કરતા અલગ હોવુ જોઈએ.
દરિયાકિનારે હનીમૂન માણવા જવા માટે જો આપ ગોવા કે કેરાલા જવાનો પ્લાનિંગ કરી રહ્યાં છો તો એક વખત એક વખત રોકાઈ જજો. ગુજરાતનાં જ આ બીચની માહિતી એક વખત જરૂરથી લઈ લેજો. ગુજરાતનાં કચ્છમાં માંડવી ખાતે તમે ગોવા જેવી જ મઝાં માણી શકો છો.
માંડવીની મુલાકાત લેનારા મોટા ભાગના લોકો સૌ પહેલાં તો દરિયાકાંઠાની મુલાકાત લેવાનું વિચારે છે. માંડવીનો સાગરકિનારો શહેરના મધ્યભાગની એકદમ નજીક છે. નદીની પૂર્વ તરફના પુલની પેલે પાર, સલાયા નામથી ઓળખાતા સ્થળે થઇને જતા માર્ગે થઇને સાગરકિનારે જવાય છે.
કાશી-વિશ્વનાથના મંદિરની એકદમ નજીકથી ત્યાં જવાતું હોવાથી આ કિનારો કાશી-વિશ્વનાથ સાગરકિનારા તરીકે પણ ઓળખાય છે. વિન્ડ ફાર્મ સાગરકિનારો શહેરની પશ્ચિમે સાત કિમી. દૂર આવેલો છે. અહીં આવેલી પવનચક્કીઓ વિસ્તાર માટે વીજળી પેદા કરે છે. અહીં તમને તાજા નાળિયેર અન્ય ઉપહાર મળી શકશે. ખૂબજ આહ્લાદક પાણીમાં તરવાનો અને દરિયાકાંઠાનું સુંદર દ્રશ્ય જોવાનો આનંદ તમે માણી શકો છો.
મહારાવનો ખાનગી દરિયાકિનારો શહેરથી આઠ કિમી.ના અંતરે આવેલો છે અને ત્યાં પ્રવેશવા માટે મામુલી ફી ચુકવવી પડે છે. અન્ય કિનારા જાહેર જનતા માટે નિઃશૂલ્ક ઉપલબ્ધ છે. અન્ય સ્થળોની સરખામણીમાં વધારે એકાંત ધરાવતો વિજય વિલાસ દરિયાકિનારો સુંદર સફેદ રેતી અને તરવા માટેના સુંદર સ્થળો ધરાવે છે. દરિયાકાંઠે રહેવા માટે વાતાનુકુલિત ટેન્ટ ઉપલબ્ધ છે.
કેવી રીતે પહોંચી શકાય?
ભૂજના કેન્દ્રીય પરિવહન વિસ્તારમાંથી દર 30 મિનીટે એસટી બસો અને પર્સનલ ફોર વ્હિલર ઉપડે છે. તેમજ અહીંના આસપાસના વિસ્તાર માટે પર્સનલ વ્હિકલ રેન્ટ પર પણ મળે છે.







No comments:
Post a Comment