Monday, 17 October 2011

પેટમાં ગેસ, બળતરા, દુખાવો.. આ છે રામબાણ ઇલાજ


કબજિયાત, ગેસ, કમર દર્દ, ત્વચાનાં રોગ, રક્તપાત્ત કે દાંત સંબંધી રોગ...આ અમુક એવી બીમારીઓ છે જેનાથી દુનિયાનો લગભગ બીજો વ્યક્તિ પીડાતો રહે છે.
સામાન્ય દેખાતી આ ઘાતક બીમારીઓથી છુટકારો મેળવવા માટે અહીં કેટલાક 100 ટકા અસરકારક ઘરગથ્થુ નુસખા છે , તો આવો જાણો આ પારખેલા- અસરકારક નુસખાઓ વિશે...

1 - ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાળી મરી અને મીઠાંને પીસીને તેને નવશેકા પાણીની સાથે લેવાથી તરત જ લાભ થાય છે.

2 – એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ, થોડું સંચળ, શેકેલું જીરૂ અને થોડી હીંગ ભેળવીને લેવાથી ગેસની તકલીફમાં તાત્કાલિક રાહત મળે છે.

3 – મગ, હીંગ, સુંઠ, ગોળ વગેરે પાચનમાં અત્યંત મદદરૂપ નીવડે છે જેનાં સેવનથી આ બીમારી જડથી ચાલી જાય છે.

4 – ભોજન લીધા બાદ માત્ર 5 મિનિટ માટે વ્રજાસનમાં ચોકક્સ બેસો.

5 – ડાબા પડખે જ સુવાનો આગ્રહ રાખો.

No comments:

Post a Comment