
આ સરળ ઘરગથ્થુ ઉપાયો કે જેનાથી ઘણી સમસ્યાઓ થી છુટકારો મેળવી શકાય છે અને વળી તે ઘણા અસરકારક પણ છે.
- ગેસ ની તકલીફ થાય ત્યારે તરત જ રાહત મેળવવા માટે લસણ ની 2 કળી છોલીને 2 ચમચાં શુદ્ધ ઘી સાથે ચાવીને ખાવાથી ત્વરિત રાહત મળે છે.
- ડુંગળી ના રસમાં લીંબુ નો રસ ભેળવી પીવાથી ઉલ્ટી- ઉબકા આવવાના બંધ થાય છે.
- સુકા તમાલ પત્ર ને બારીક પીસીને દરેક ત્રીજા દિવસે તેનું મંજન કરવાથી દાંત ચમકવા લાગશે.
- હેડકીઓ સતત ચાલુ રહે ત્યારે 1 ચમચી તાજુ અને શુદ્ધ ઘી નું સેવન કરો.
- તાજી કોથમીર મસળીને સુંઘવાથી વારંવાર છીંકો આવવી બંધ થઇ જાય છે.
- ડુંગળી નો રસ લગાડવાથી મસા થયા હોય તો તેના નાના – નાના ટુકડા થઇને તે જડમુળ માથી નીકળી જાય છે.
- જો ઊંઘ નહિ આવવાની સમસ્યા રહેતી હોય તો ઊંઘતા સમયે તાળવે સરસિયાનું તેલ લગાડો.
- જો તમારો અવાજ બેઠેલો હોય અને ગળામાં ખુંચતુ રહેતું હોય તો સવારે ઉઠતા સમયે અને રાતના સુતા સમયે નાની ઇલાયચી ચાવીને ખાઓ તથા નવશેકું પાણી પીવો.
No comments:
Post a Comment