Monday, 17 October 2011

માત્ર 10 દિવસ,આ 5 નુસખા અને મેળવો નેચરલ ગ્લો


વધતા પ્રદુષણ,ધુળ- માટી અને ત્વચાની સંભાળમાં રખાતી બેદરકારીને કારણે ક્યારેક ચહેરાનું નુર ખોવાઇ જાય છે.પરંતુ દાદીમાના આ 10 દિવસ માટેના 5 નુસખા તમને તમારૂ કુદરતી સૌંદર્ય પાછું અપાવશે - કાચા દૂધમાં હળદર ભેળવીને પેસ્ટ બનાવો. તેને ચહેરા અને હાથ પગ પર લગાડો. 10 મિનીટ પછી ધોઈ લો. ત્વચામાં નિખાર આવી જશે.

- હોઠને સુંદર અને મુલાયમ બનાવી રાખવા માટે રાત્રે સૂતા પહેલા દૂધની મલાઈ લગાડો અને સવારે ઠંડા પાણીથી ધોઈ લો.

- આંખોમાં બળતરા અને કાળા કૂંડાળાને ઓછા કરવા માટે રાતે સૂતી વખતે આંખો પર ઠંડા દૂધના પૂમડાં લગાડીને રાખો.

- 8-10 દિવસમાં એક વાર ચહેરાને સ્ટિમ અવશ્ય આપો.આ પાણીમાં ફૂદીનો, તુલસીના પાન, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો.નાસ લીધા પછી આ જ નવશેકા પાણીમાં 5 મિનીટ સુધી હાથને પલાળીને રાખો.હાથની ત્વચામાં પણ નિખાર આવશે.

No comments:

Post a Comment