Monday, 17 October 2011

જિદ્દી ડેડ્રંફને કારણે ક્ષોભમાં મુકાઇ જાઓ છો ને! આ ટિપ્સ અપનાવો


- વાળમાં રહેતા ખોડાને કારણે વાળ ખરવાની સમસ્યાની સાથે ઘણીવાર ક્ષોમજનક સ્થિતિમાં મુકાઇ જવાય છે.
>
- બજારમાં મળતા શેમ્પુ, તેલ એ ખોડાને કાયમી રૂપે દુર કરતાં નથી.


ડેડ્રંફ એ આપણા માથાની ત્વચામાં સ્થિત મૃત કોશિકાઓમાંથી પેદા થાય છે. તે સાથે વાયું સંબંધી દોષોને કારણે પણ ડેડ્રંફ થાય છે. જેના કારણે માથામાં ખંજવાળ રહે છે અને વાળ પણ ખરવા લાગે છે.
ઘણીવાર ડેડ્રંફ એ આપણને ક્ષોભજનક સ્થિતિમાં મુકી દે છે.વાળની સુંદરતામાં બાધા રૂપ આ ડેડ્રંફને દુર કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ

- ગ્લિસરીન અને ગુલાબજળનો 1: 3નું મિશ્રણ બનાવીને એક શીશીમાં રાખી લો. ન્હાયા બાદ રોજ થોડું હથેળી પર લઇને વાળનાં મુળમાં આંગળીનાં ટેરવાતી ઘસો તેનાથી પણ ખોડો દુર થાય છે.

- નાળિયેરના તેલમાં કપુર ભેળવી લો અને આ તેલ સારી રીતે વાળમાં તથા માથા પર લગાડો. અમુક જ દિવસોમાં ખોડાની સમસ્યાથી રાહત મળશે.

- લીંબુના રસને વાળમાં લગાડો. અમુક સમય પછી માથું ધોઇ લો.

- નાળિયેર તેલમાં લીંબુનો રસ મેળવીને લગાડો.

- દહીંથી માથું ધુઓ, તેનાથી ડેંડ્રફથી રાહત મળશે.

– આમળાની પેસ્ટ વાળમાં લગાડીને 20 મિનિટ રાખો તેના પછી વાળમાં શેમ્પુ કરી દો. જેનાથી વાળમાં મજબુતી આવશે.

- વાળમાં સુતા પહેલા તેલ લગાડો.

Related Articles:
સફેદ વાળ પણ કાળા થવા લાગશે આ ઘરગથ્થુ નુસખાથી
25 ની ઉંમરમાં સફેદ વાળ !! આ સરળ ટિપ્સથી તેને અટકાવો
જેના વાળ સુંદર અને મુલાયમ હોય તે કંઈક આવા હોય...!
કાળા અને ચમકદાર વાળ માટે અકસીર છે આ દેશી નુસખો
આ ઘરેલુ નુસખાઓથી મેળવો લહેરાતા સુંદર વાળ
ખરતાં વાળ અટકાવો હવે માત્ર આ એક ટિપ્સથી
જુવાનીમા સફેદ વાળ? બસ,હવે નહી, અપનાવો આ નુસખા..

No comments:

Post a Comment